ધારાસભ્ય મહેશ કસવાળા સહિત પદાધિકારીઓની હાજરીમાં
સાવરકુંડલા શહેરના નાગરિકોને શુદ્ધ અને પર્યાપ્ત્ પીવાનું પાણી પૂરું પાડવાના ઉમદા હેતુથી એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ધારાસભ્ય મહેશ કસવાલાના વરદ હસ્તે અમૃત-૨.૦ યોજના અંતર્ગત રૂ. ૫૫ લાખના ખર્ચાયેલ અંદાજિત ખર્ચે ઓપનવેલ બનાવવાના કાર્યનો વિધિવત પ્રારંભ થયો છે. આ ઓપનવેલનું નિર્માણ શેલ દેદુમલ ડેમ પાસે કરવામાં આવશે. ગુજરાત સરકારના વિશેષ સહયોગ અને માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલો આ પ્રોજેક્ટ શહેરની પાણી પુરવઠા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે. આ પ્રસંગે ધારાસભ્ય મહેશ કસવાલાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નાગરિકોને વર્ષભર શુધ્ધ પાણી મળે તે માટે કટિબદ્ધ છે. આ ઓપનવેલના નિર્માણથી આવનારા સમયમાં પાણીની સમસ્યામાં મોટી રાહત મળશે અને કાયમી સુવિધા સુનિશ્ચિત થશે. આ કાર્યક્રમમાં નગરપાલિકાના હોદ્દેદારો, અધિકારીઓ, સદસ્યો, શહેર ભાજપના અગ્રણીઓ તેમજ સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટ સાવરકુંડલાના જળ વ્યવસ્થાપન માટે એક મહત્વની કડી સાબિત થશે.









































