વાવેરાના પ્રસિદ્ધ ખોડીયાર માતાજી મંદિરે પૂજ્ય મોજગીરીબાપુની ૮મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય સંતવાણી અને ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે ઇફકોના અધ્યક્ષ દિલીપભાઈ સંઘાણી તથા અમરેલી જિલ્લા ખરીદ-વેચાણ સંઘના અધ્યક્ષ જયંતીભાઈ પાનસુરીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ પૂજ્ય મોજગીરી બાપુના સેવાભર્યા જીવનને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. મોડી રાત સુધી ચાલેલા કાર્યક્રમમાં ભજન, પ્રસાદ અને ભક્તિનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો. ગામના અગ્રણીઓ, કેહુરભાઈ ડેર, જાદવભાઈ કાછડ, દીપુભાઈ ધાખડા, નસકુભાઈ ખુમાણ, અમરૂભાઈ ધાખડા, સહિતના આગેવાનો દ્વારા મહેમાનોનું સ્વાગત-સન્માન કરાયું હતું.









































