બાબરાના ગરણીથી જીવાપર આપા દેસળના મંદિર પાસે રોડના વળાંક પાસે બાઈક સ્લીપ થતાં યુવકનું મોત થયું હતું. આ અંગે બાબરાના કર્ણુકી ગામના ભાવેશભાઇ ઉર્ફે ભયલુભાઇ બચુભાઇ ડાભી, (ઉ.વ.૫૫)એ જાહેર કર્યા મુજબ, બાવચંદભાઇ ભાવેશભાઇ ઉર્ફે ભયલુભાઇ ડાભી (ઉ.વ.૨૧)નું બાઈક કર્ણુકીથી જીવાપર રોડે આવેલ આપા દેસળના મંદિર પાસે વળાંકમાં સ્લીપ થઇ જતા માથામાં હેમરેજ તથા શરીરે છોલાણ થવાથી મોત થયું હતું. બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે સી સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.










































