રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તર-પૂર્વના પવન ફૂંકાય રહ્યા છે. વારંવાર સિસ્ટમ બનવાના કારણે તાપમાન વધ-ઘટ થઈ રહી છે અને શિયાળામાં પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, હમણાં ૧૭ અને ૧૮ ફેબ્રુઆરી પછી હળવો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. તેની અસર મેદાની ભાગો પર થવાની શક્યતા રહેશે. પાકિસ્તાન નજીકના ભાગો, રાજસ્થાન સંલગ્ન ભાગોમાં અસર શક્્યતા રહેશે. દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં બરફ વર્ષા અને કમોસમી વરસાદ થવાની શક્યતાતા રહેશે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, મેદાની ભાગોમાં ૫થી ૨૦ મિલિમીટર વરસાદ થવાની શક્યતાતા રહે. રાજસ્થાનના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. કચ્છના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે. ગરમીના લીધે જીરા પાક પર ભેજની અસર રહેતા ચરમી આવી શકે એટલે ખેડૂતોએ પાક સંરક્ષણના પગલાં લેવા. ઘઉંના પાકને પણ અસર થઈ શકે.
તેમણે કહ્યું કે, ૧૮ ફેબ્રુઆરીએ બંગાળના ઉપસાગરમાં એક લો પ્રેશર બનવાની શક્યતાઓ રહેશે. જેમાંથી વેલ માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત બનવાની શક્્યતા રહે. તેનો ભેજ અરબી સમુદ્રમાં આવે તો હલચલ જાવા મળે. સૌરાષ્ટÙ, દક્ષિણ ગુજરાત દરિયાકાંઠાના ભાગોમાં કંઈક અંશે અસર થઈ શકે.
૨૫થી ૨૮ ફેબ્રુઆરીમાં દક્ષિણ ગુજરાતના ભાગો આહવા, વલસાડ, નવસારી અને સુરતના ભાગોમાં અસર થવાની શક્્યતા. સૌરાષ્ટ્ર ના દરિયાકાંઠાના વિસ્તારોમાં ક્્યાંક ક્્યાંક તેની અસર થઈ શકે. વાદળછાયું વાતાવરણ અથવા કમોસમી વરસાદની શક્યતા રહે.
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વાદળવાયુ કે કંઈક છાંટા પડી શકે. હાલમાં આગામી બે-ત્રણ દિવસમાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ રહેશે. પવન સાથે ક્્યાંક વાદળછાયું વાતાવરણ જણાય.