દેશભરમાં જાણીતા ભોજપુરી મહિલા કલાકાર અને તાજેતરમાં બિહારની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટથી જીતીને ધારાસભ્ય બનેલા મૈથિલી ઠાકુર બુધવારે જુનાગઢમાં ચાલી રહેલા મહાશિવરાત્રીના મેળામાં આવી પહોંચ્યા હતા. પ્રથમ વખત ભવનાથ અને મહાશિવરાત્રીના મેળામાં પહોંચેલા મૈથિલી ઠાકુરે આ સ્થાનને ખાસ જણાવ્યું હતું. ગુજરાતમાં તેમની મુલાકાત જૂનાગઢ અને ભવનાથથી શરૂ થઈ છે. તેમણે ગુજરાત અને જુનાગઢનું જાડાણ બિહારના સોરાઠ પ્રદેશ સાથે આજે પણ જાડાયેલું હોવાની ઘટનાને યાદ કરી હતી અને જુનાગઢની તેમની આ મુલાકાતને અવિસ્મરણીય ગણાવી હતી.
ગુજરાત અને તેમાં પણ ભવનાથ આવેલા બિહારના ધારાસભ્ય મૈથિલી ઠાકુરે ભવનાથનો તેમનો આ પ્રથમ અનુભવ અને તે પણ મીની કુંભ મહાશિવરાત્રી મેળાને લઈને ખૂબ જ યાદગાર અને અવિશ્મરણીય ગણાવ્યો હતો. ભવનાથમાં જાવા મળતી સનાતન ધર્મની પરંપરાને ખૂબ જ નજીકથી જાવાનો તેમના જીવનમાં આ પહેલો અનુભવ હતો. ભવનાથમાં મહાદેવની સમીપે મહાશિવરાત્રી મેળાનું જે આયોજન થયું છે આ પ્રકારનું આયોજન તેમણે ભારત વર્ષમાં કોઈ પણ જગ્યાએ જાયું ન હોવાનું જણાવ્યું હતું, અને ઉમેર્યું હતું કે, મહાશિવરાત્રીના મેળાને શબ્દમાં વર્ણન કરવા માટે તેમની પાસે કોઈ શબ્દો નથી.
મૈથિલી ઠાકુરે ગુજરાત અને બિહારના હજારો વર્ષ પૂર્વેના જાડાણના એક કિસ્સાને યાદ કર્યો હતો અને જણાવ્યું હતું કે, ગુજરાતમાંથી કેટલાક સનાતન પ્રેમીઓ આક્રમણખોરોથી શિવલિંગને બચાવીને બિહારના સોરાઠ પ્રદેશમાં પહોંચ્યા હતા. અહીં તેમણે આક્રમણ ખોરોથી શિવલિંગને બચાવીને આ વિસ્તારમાં મહાદેવનું સ્થાપન કર્યું હતું. જેથી ગુજરાત અને બિહાર પ્રદેશ હજારો વર્ષ પૂર્વેથી સનાતન ધર્મ સંસ્કૃતિ સાથે જાડાયેલો જાવા મળે છે. ત્યારે ગુજરાતની ભૂમિ અને તેમાં પણ ગિરનારની ભુમીમાં પહેલી વખત આવવાનો અનુભવ ખૂબ જ અવિસ્મરણીય રહ્યો અને તેઓ અવારનવાર ભાવનાથ આવતા રહેશે તેઓ આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.