ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદની ચૂંટણી ૧૬ ફેબ્રુઆરીએ યોજવામાં આવશે. વિધાનસભા દ્વારા આ અંગે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેઠા ભરવાડે ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા પછી આ જગ્યા ખાલી પડી હતી. હવે આ પદ માટે ચૂંટણી યોજવામાં આવી રહી છે.
સત્તાવાર નોટિફિકેશન મુજબ, ઉમેદવારોએ ૧૩ ફેબ્રુઆરી બપોરે ૧૨ વાગ્યા પહેલાં તેમના ઉમેદવારી ફોર્મ ભરવાના રહેશે. ત્યારબાદ ૧૬ ફેબ્રુઆરીએ વિધાનસભામાં ઉપાધ્યક્ષ પદની ચૂંટણી યોજવામાં આવશે. વિપક્ષી દળ કોંગ્રેસે ઉપાધ્યક્ષ પદની માગણી કરી છે.
જેઠા ભરવાડ વિધાનસભાના ઉપાધ્યક્ષ હતા. તેમણે અન્ય જવાબદારીઓને કારણે ડિસેમ્બર ૨૦૨૫માં આ પદેથી રાજીનામું આપી દીધું હતું. જેઠા ભરવાડે રાજીનામું આપતા ઉપાધ્યક્ષ પદની જગ્યા ખાલી હતી. હવે નવા ઉપાધ્યક્ષની પસંદગી માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.








































