મહા શિવરાત્રીના પહેલા દિવસે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ મેળામાં ભાગ લીધો હતો. ગિરનાર દરવાજાથી ચાર કિલોમીટર સુધી પગપાળા ચાલીને હર્ષ સંઘવી ભવનાથ મંદિર પહોંચ્યા હતા, જ્યાં તેમણે સાધુ-સંતો સાથે સંવાદ કરીને મહા શિવરાત્રીના આ મેળાને ખાસ બનાવ્યો હતો. હર્ષ સંઘવીએ મેળામાં આવેલા સાધુ સંતોને સન્માનિત પણ કર્યા હતા અને તેમણે ડમરુ યાત્રામાં પણ સામેલ થઈને ભવનાથ મહાદેવની આરતી કરી હતી.
મહાશિવરાત્રીના મેળાના પ્રથમ દિવસે નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી હાજરી આપી હતી. ગિરનાર દરવાજાથી લઈને ભવનાથ મંદિર સુધીના ૪ઃ૩૦ કિલોમીટરના માર્ગમાં હર્ષ સંઘવી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાધુ સંતો સાથે પદયાત્રા કરીને ભવનાથ પહોંચ્યા હતા. અહીં તેમણે ઉપસ્થિત સાધુ સંતોનું સનાતન સંસ્કૃતિ મુજબ સ્વાગત કર્યું હતું. ત્યારબાદ અહીંથી સંન્યાસીઓ દ્વારા ડમરુ યાત્રા કાઢવામાં આવી હતી. જે ભવનાથ મંદિર ખાતે પૂર્ણ થતા મહાદેવને હર્ષ સંઘવી અને ઇન્દ્રભારતી મહારાજ એક સાથે આરતી પણ કરી હતી. આ પ્રકારે નાયબ મુખ્યપ્રધાન ભવનાથ મહાદેવની આરતીમાં જાડાયા હોય તેવો એક અલગ અને પહેલો અંદાજ હર્ષ સંઘવીનો જાવા મળ્યો હતો. તેઓ એક પૂજકની માફક ભવનાથ મહાદેવની આરતી કરતા પણ જાવા મળ્યા હતા.
નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી મીડિયા સાથે મેળાને લઈને વિગતે વાત કરી હતી. ગત વર્ષે ભવનાથના સંન્યાસીઓ દ્વારા મહા શિવરાત્રી મેળાને અલગ ઓળખ મળે અને તેની ઉજવણી ભવ્ય બને તે માટેનું સૂચન પ્રાપ્ત કર્યું હતું. ત્યારથી લઈને આ વખતના મહાશિવરાત્રી મેળામાં તેની અમલવારી થતી જાવા મળી રહી છે. સમગ્ર દેશના લોકો સુરક્ષિત બને તે માટે પણ હર્ષ સંઘવી ભવનાથ મહાદેવની વિશેષ પ્રાર્થના કરી હતી, સાથે સાથે તેમણે આ જ પ્રકારે સનાતની ધર્મની પરંપરા અનુસાર લોક માંગણીને ધ્યાને રાખીને ભવનાથમાં આયોજિત મહાશિવરાત્રીના મેળાને ભવ્યાતી ભવ્ય રીતે દર વર્ષે ઉજવવાની વાત પણ કરી હતી. સાથે સાથે તેમણે ગિરનાર પર્વત પર સીસીટીવી સુરક્ષાને લઈને પણ વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આજથી ગિરનાર પર્વત પર થનારી કોઈપણ ગતિવિધિ સીસીટીવીની નજરથી બચી નહીં શકે જે ગિરનાર પર્વત પર આવતા યાત્રીઓની સુરક્ષા માટે પણ આટલી જ મહત્વની સાબિત થશે.








































