બગસરા મેઘાણી હાઈસ્કૂલ ધો.૯માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓએે ત્રણ દિવસ સુધી વન-પર્યાવરણ શિબીર માટે સાસણ ગીરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત સમયે બાળાઓને વન કર્મચારીઓ દ્વારા વાર્તા, તેમજ પર્યાવરણનું આપણા જીવનમાં શું મહત્વ છે તે અંગે સમજણ આપાઈ હતી. બાળાઓએ ત્રણ દિવસમાં ટ્રેકિંગની સાથે દેવળીયા પાર્કની મુલાકાત લઈ વન્યપ્રાણીઓને નજીકથી નિહાળ્યા હતા.બાળાઓની સાથે મેઘાણી હાઈસ્કૂલના ઈલાબેન ગાવિત અને ક્રિનાબેન ભાલાળા પણ જાડાયા હતા. બાળાઓ માટે સાસણ ગીરની શિબીર યાદગાર બની રહી હતી.






































