સાવરકુંડલા શહેરના મણીભાઈ ચોક ખાતે આવેલી બ્રાન્ચ શાળા નંબર બે કન્યા શાળામાં વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે સેનિટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં ડા. દર્શનાબેન અને તેમના સ્ટાફના રાહુલભાઈ તેમજ સંસ્થાના પન્ના નાયક અને નટવર ગાંધીએ ઉપસ્થિતિ દાખવી. “ફ્રી પેડ વિતરણ પ્રોજેક્ટ” અંતર્ગત ધોરણ ૭ અને ૮ ની કુલ ૧૩૦ બાળાઓને સેનીટરી પેડ આપવામાં આવ્યા.
આ પ્રસંગે વિદ્યાર્થીઓને હાયજનિક જીવનશૈલી, સ્વચ્છતા અને પ્રોટીનયુક્ત ખોરાક અંગે ડિજિટલ ટીવી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. શાળાના આચાર્ય, સ્ટાફ અને એસએમસી તરફથી વિદ્યાગુરુ ફાઉન્ડેશનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરાયો.








































