લીલીયા મોટા ખાતે તાલુકા પેન્શનર સમાજની ૩૧મી વાર્ષિક સાધારણ સભા રાજુભાઈ મહેતાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા પેન્શનર સમાજના પ્રમુખ નરેન્દ્રભાઈ વિઠલાણી વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યા હતા. સાથે જીતુભાઈ સરખેડી, ધીરુભાઈ મારુ, ભાલાળાભાઈ સાહેબ, હરિતસિંહજી, રામકુભાઈ ભુવા, કિશોરભાઈ જોશી અને ભાસ્કરભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ભોજનદાતા ભાસ્કરભાઈ પટેલ અને પુષ્પાબેન પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ૭૦ વર્ષથી વધુ ઉંમરના પેન્શનરો તથા સેવાકીય કાર્યો બદલ બાબુભાઈ ધામતનું પણ સન્માન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન એસબીઆઈ બેંક અને પોસ્ટ વિભાગના પ્રતિનિધિઓએ પેન્શનરોને માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કાલાવડિયાભાઈએ કર્યું હતું.







































