સાવરકુંડલાના બગોયા ગામેથી પોલીસે ૫ લીટર દેશી દારૂ પકડ્યો હતો. પોલીસે ૧૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. અમરેલીમાંથી બે, રાજુલા, ખાંભા, બાબરા અને એભલવડમાંથી એક-એક મળી છ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા. ધારી અને અમરેલીમાંથી એક-એક યુવક કેફી પીણું પીધેલી હાલતમાં વાહન ચલાવતાં પકડાયા હતા.