લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવાના ભાગરૂપે ઉના પોલીસ દ્વારા ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉના પી.આઈ. એન.એમ. રાણાની આગેવાની હેઠળ યોજાયેલા આ ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમમાં પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ., પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, જી.આર.ડી., ટી.આર.બી.ના જવાનો, મહિલા પોલીસકર્મીઓ તેમજ એચ.એમ.વી. કોલેજના એનએસએસ (દ્ગજીજી) સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સવારે ૮ઃ૦૦ વાગ્યે ત્રિકોણ બાગથી ૮૦ ફૂટના રોડ સુધી ‘રન ફોર યુનિટી’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની એકતા અને અખંડિતતાનો સંદેશો ફેલાવવાનો હતો. આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓએ સરદાર વલ્લભભાઈ પટેલના દેશ માટેના પ્રેરણાદાયી કાર્યો અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરી તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.










































