રાજ્ય કક્ષાએ પ્રથમ આવેલ દ્રોણેશ્વર એસજીવીપી ગુરુકુલના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સાંનિધ્યમાં બેગપાઈપ બેન્ડનું નિદર્શન કર્યું હતું. આ તકે ગુરુકુલના અધ્યક્ષ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.
આર.ડી. વરસાણી કુમાર કન્યા વિદ્યાલયની ટીમને રાજ્યમાં પ્રથમ ક્રમે વિજેતા જાહેર થતાં એકતા દિવસની પરેડમાં બેન્ડ નિદર્શનનો લાભ મળ્યો હતો. આ બાળકોએ સમગ્ર ગીર સોમનાથ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.