બ્રહ્માકુમારીઝ દ્વારા ગુજરાતમાં સેવાઓના હિરક જયંતિ વર્ષ નિમિત્તે ૧૦૦ કરોડ મિનિટનું શાંતિદાન યોજનાની શરૂઆત તા. ૨૪ ઓકટોબરથી ૨૧ ડિસેમ્બર સુધી શરૂ થયેલ છે. જે અંતર્ગત ૩૦ ઓકટોબરે બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર અમરેલી ખાતે આર્શ અધ્યન કેન્દ્રના નિત્ય સુધાનંદસ્વામીના અધ્યક્ષ સ્થાને દીપ પ્રજ્વલન કરી આ પ્રોજેકટનો પ્રારંભ કરેલ છે. આ પ્રોજેકટનું લક્ષ્ય અને ઉદ્દેશ અંગે ગીતાદીદીએ જણાવેલ કે વર્તમાન સમયે સાધન-સુવિધા અને સંપત્તિ તો મનુષ્ય પાસે ખૂબ જ છે પણ જરૂર છે મનની શાંતિની. જે ફકત મેડીટેશનથી જ મળી શકે છે, માટે શાંતિદાતા પરમાત્માએ પોતાના શાંતિદુત બાળકોને તૈયાર કર્યા છે.









































