અમરેલી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતે તા.૧૬, ૧૭ અને ૧૮ ઓક્ટોબરના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં રેડક્રોસ સોસાયટી, વેદ બ્લડ બેંક, શાંતાબા ગજેરા બ્લડ બેંક તથા નવકાર બ્લડ બેંકના સહયોગથી સમગ્ર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. અમરેલી જિલ્લાના તમામ નાગરિકો, વિવિધ સંસ્થાના વડાઓ, રાજકીય આગેવાનો, તમામ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તથા મહાનુભાવોને આ બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાવા અપીલ કરવામાં આવેલ છે. જિલ્લા તાલીમ કેન્દ્ર, પોલીસ હેડ ક્વાર્ટર, અમરેલી ખાતે હાજર રહી બ્લડ ડોનેટ કરી બ્લડ ડોનેશનનો વિધિવત આરંભ કરવામાં આવેલ છે. આ ઉપરાંત અમરેલી જિલ્લાના અમરેલી સીટી પોલીસ સ્ટેશન, લાઠી પોલીસ સ્ટેશન, લીલીયા પોલીસ સ્ટેશન, દામનગર પોલીસ સ્ટેશન, જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન તથા રાજુલા પોલીસ સ્ટેશન ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. ગુરૂવારના રોજ કુલ ૪૮૭ બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવેલ હતું. અમરેલી જિલ્લા પોલીસ દ્વારા અમરેલી જિલ્લાના તમામ નાગરિકોને આ પોલીસ સંભારણા દિવસ નિમિત્તે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડે તેવી અપીલ કરવામાં આવી છે.