બગસરા તાલુકાના મોટા મુંજીયાસર અને જુની હળીયાદ વચ્ચે આવેલો પુલ સાવ જર્જરિત થઈ ગયેલો હોય જેને કારણે આ પુલનું નવીનીકરણ કરવા માટે ઘણા સમયથી ડાયવર્ઝન કાઢેલ હોવા છતાં હજુ સુધી આ પુલનું કામ શરૂ કરવામાં આવેલ નથી. આથી અજાણ્યા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પુલનું કામ તાત્કાલિક કામ શરૂ થાય તેવી વાહન ચાલકોની તથા ગ્રામ્ય વિસ્તારના લોકોની માગણી છે. આ પુલનું કામ ઝડપથી, સારું અને સમયમર્યાદામાં કરવામાં આવે તેવી માગણી છે.








































