સાવરકુંડલા શહેર કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ ડોડીયાએ નગરપાલિકાના ચીફ ઓફિસરને શહેરમાં વરસાદ અને પવનની આગાહીના લગાવવામાં આવેલા બિનઅધિકૃત મોટા હોર્ડિંગ, બેનરો અને પોસ્ટરો ઉતારવા માટે લેખિતમાં રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, હાલ સાવરકુંડલા શહેરમાં માદરે વતન આવતા લોકોની અવરજવર ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહી છે. આ સમયે શહેરના મુખ્ય માર્ગો તથા જાહેર સ્થળાએ બિનઅધિકૃત રીતે મોટા હોર્ડિંગ, બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, જે જારદાર પવન દરમિયાન પડવાની શક્યતા હોવાથી કોઈપણ પ્રકારની આકસ્મિક દુર્ઘટના બનવાની સંભાવના છે. આથી આગોતરા સાવચેતીના ભાગરૂપે નગરપાલિકા દ્વારા તાત્કાલિક તેને ઉતારીને શહેરના નાગરિકોની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવા જોઇએ.










































