સદગુરુ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ સાવરકુંડલા, લાયન્સ ક્લબ ઓફ અમરેલી સીટી તથા સુદર્શન નેત્રાલય હોસ્પિટલ અમરેલીના સંયુક્ત ઉપક્રમે કબીર ટેકરી ખાતે તા. ૨૨/૧૦/૨૦૨૬ ગુરુવારે વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ યોજાયેલ. કુલ ૭૨ દર્દીઓ એ ઓપીડીનો લાભ લીધેલ, જેમાંથી મોતિયાની જરૂરીયાત વાળા ૧૯ દર્દીઓના નિશુલ્ક ઓપરેશન કરવામા આવેલ. કાર્યક્રમની શરુઆત અરુણ દાસજી સાહેબ તથા બચુભાઈ જીવરાજભાઈ સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટીઓ વિશાલ વ્યાસ, માધવ વ્યાસ, હિતેશભાઈ મકવાણા, જગદીશભાઈ જેઠવા અને જીતેનભાઈ હેલૈયાના હસ્તે દિપ પ્રાગટ્યથી થયેલ.સુદર્શન નેત્રાલયના અતુલભાઈ દવે, નિલેષભાઈ ભીલ, હિંમતભાઈ કાછડીયા તથા ટીમ અને સ્વયંસેવકોએ સરાહનીય સેવા આપેલ. આ નેત્ર યજ્ઞ છેલ્લા ૧૯ વર્ષ થી અવિરત યોજાય છે.






































