સાવરકુંડલામાં નવરાત્રિ પર્વ નિમિત્તે આગામી સોમવાર, તા. ૧૯ ઓક્ટોબરના રોજ રાત્રે ૧૦ કલાકે જુના અખાડાના આંતરરાષ્ટ્રીય મહામંડલેશ્વર ૧૦૦૮ જયઅંબાનંદગીરી માતાજી પધારશે. તેઓ વિવિધ મંડળો દ્વારા બનાવવામાં આવેલી મા અંબા, બુટભવાની અને શ્રીનાથજીની દિવ્ય મૂર્તિઓનાં દર્શન કરશે. તેમજ જય ખોડીયાર બાળ મંડળના રાસ-ગરબાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ભક્તોને આશીર્વચન પાઠવશે. માતાજીના આગમનને લઈને ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સેવક અમિતગીરી ગોસ્વામીએ ધર્મપ્રેમી ભાઈઓ-બહેનોને દર્શનનો લાભ લેવા અપીલ કરી છે.