રાજુલાના હિંડોરણા ગામે ‘શેરીમાં ખાળકુવાનું પાણી તો બહાર આવશે જ’ કહી મહિલાને માથામાં સ્ટીલની બરણી મારી ઈજા પહોંચાડી હતી. તેમજ ‘હવે જો પંચાયત કરશો તો તમને
આભાર – નિહારીકા રવિયા જીવતા નહીં રહેવા દઉં’ તેવી ધમકી આપી હતી. બનાવ અંગે ગીતાબેન વાજસુરભાઈ વાઘ (ઉ.વ.૪૬)એ ભગુ ઉર્ફે લાલો રાજુભાઈ ભેંડા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, તેમની શેરીમાં આરોપીના ઘરમાંથી ખાળકુવાનું પાણી બહાર આવતું હતું, જેથી તેમણે અવારનવાર ઠપકો આપ્યો હતો. આ બાબતનું મનદુઃખ રાખી, ગીતાબેન ઘરની બહાર પોતાના દીકરાના દીકરા પર્વને રમાડતા હતા ત્યારે આરોપી ત્યાં શેરીમાંથી નીકળ્યો હતો અને તેમની સામે ટોણો માર્યો હતો. ત્યારબાદ થોડીવારમાં આરોપી ફરીથી શેરીમાં પરત આવ્યો હતો અને ‘શેરીમાં ખાળકુવાનું પાણી તો બહાર આવશે જ’ તેમ કહી જેમ ફાવે તેમ ગાળો આપી હતી.ઉપરાંત હાથમાં રહેલી સ્ટીલની બરણીથી મોઢાના ભાગે આડેધડ ઘા માર્યા હતા તેમજ બીજા હાથથી ઢોલ-ધપાટ કરી હતી. વચ્ચે પડેલા ગીતાબેનના દીકરા તથા દીકરીને પણ મૂંઢ માર માર્યો હતો. આરોપીએ તેમને કહ્યું હતું કે, ‘શેરીમાં ખાળકુવાના પાણી બાબતે હવે જો પંચાયત કરશો તો હું તમને જીવતા નહીં રહેવા દઉં’ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે રાજુલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ. એફ. ચૌહાણ વધુ તપાસ ચલાવી રહ્યા છે.