દુર્ગાષ્ટમીના પાવન પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અમરેલીના લીમડા વાળા પીર, જેસીંગપરા, કુકાવાવ રોડ ખાતે માતા દુર્ગાની આરાધના અને ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતનાં સત્સંગ પ્રમુખ રમીલાબેન પટોળિયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બ્રહ્માકુમારીમાંથી પધારેલાં દીદીએ નવરાત્રિ અને તેના ધાર્મિક મહ¥વ વિશે પ્રવચન આપ્યું હતું. ત્યારબાદ શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરિષદના ભાઈઓ અને બહેનોને માતા દુર્ગાનાં દર્શન અને આરાધનામાં જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા સહમંત્રી રશ્મિનભાઈ ત્રિવેદી, કોષાધ્યક્ષ પંકજભાઈ ત્રિવેદી, નગરમંત્રી પંકજભાઈ કાનાણી, જયશ્રીબેન સાવલિયા, દેવાભાઈ મકવાણા, સાગરભાઈ રાઠોડ, મયુરભાઈ સોલંકી, પૂર્વીબેન ગોહિલ, જયશ્રીબેન ધાનાણી, મંજુબેન મકવાણા અને વિશાખાબેન મકવાણા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.









































