સાવરકુંડલાની જે. વી. મોદી હાઈસ્કૂલમાં ધોરણ-૯માં અભ્યાસ કરતા તેજસ્વી બાળ કલાકાર બજરંગ વિનુભાઈ વિઠ્ઠલપરાએ પોતાની કલા દ્વારા અનોખી સિદ્ધિ મેળવી છે. બજરંગે પરમ પૂજ્ય સંત શ્રી દાનબાપુ પ્રત્યેની અતૂટ શ્રધ્ધાને આકાર આપતું એક સુંદર પેઇન્ટિંગ તૈયાર કર્યું હતું.આ ચિત્ર તેણે ‘ભગત રવિકૃષ્ણ ફાઉન્ડેશન ટ્રસ્ટ’ને ભેટ આપ્યું હતું. બાળકની આ અદભુત કલા અને ભાવનાથી પ્રભાવિત થઈને સંસ્થાના પ્રમુખ વિજયભાઈ ભગતે તેને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કર્યો હતો. સ્કૂલના આચાર્ય જીતુભાઈ ભટ્ટ અને સ્ટાફે પણ બાળ પ્રતિભા ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.










































