અમરેલી જિલ્લામાં પોલીસે બે સ્થળેથી ૧૧ જુગારીને ઝડપી ધોરણસરની કાર્યવાહી કરી હતી. સાવરકુંડલામાંથી ૪ અને સરકારી પીપળવા ગામેથી ૭ શકુની ઝડપાયા હતા. જયારે ૩ જુગારી પોલીસને થાપ આપી ફરાર થઈ ગયા હતા. સાવરકુંડલા રૂરલ પોલીસે હિતેશભાઇ એભલભાઇ ભુકણ, યાસીનભાઇ જમાલભાઇ પઠાણ, ઇમરાનભાઇ રસુલભાઇ શેખ, મુનાજીરભાઇ મજીતભાઇ બેલીમ ગંજી પત્તાના પાના વડે તીન પત્તીનો હારજીતનો જુગાર રમતા રોકડા રૂ.૧૮,૨૦૦, હાથબતી નંગ-૧, મોટર સાઈકલ નંગ-૦૪ કુલ કિં.રૂ.૭૫,૦૦૦ મળી કુલ રૂ.૯૩,૨૨૦ ના મુદામાલ સાથે રેઇડ દરમિયાન પકડાયા હતા.
જયારે ભોજભાઇ બાવભાઇ જાજડા,કયુમભાઇ અલીભાઇ ચોટલીયા તથા શબીરભાઇ જાનીભાઇ શેખ ફરાર થઈ ગયા હતા. લાઠીના સરકારી પીપળવા ગામેથી પંકજભાઇ મગનભાઇ ચૌહાણ, વનરાજભાઇ દેવરાજભાઇ ચારોલા, સુનીલભાઇ જગદીશભાઇ મોણપરીયા, વાસુરભાઇ લાલજીભાઇ ચારોલા,જયસુખભાઇ લાલજીભાઇ ચારોલા, વિપુલભાઇ કાજુભાઇ ચારોલા તથા મુકેશભાઇ દેવાભાઇ ચારોલા દેવીપુજક વાસમાં જયસુખભાઇ લાલજીભાઇ ચારોલીયાના રહેણાંક મકાન પાછળ ખુલ્લી શેરીમાં જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસાથી હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ.૧૨,૧૨૦ સાથે ઝડપાયા હતા.










































