પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જીરા (ધારી)ના સબ સેન્ટર સરસીયાને “NOAS – નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ એવોર્ડ એનાયત થયો છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જોષી, QAMO ડો. જાટ,THO ડો. મીના, ડો. જીયાણી, ડો. સોનલ તથા મેડિકલ ઓફિસર જીરાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય ટીમના MPHW તુષારભાઈ મકવાણા, FHW દીપાબેન રેણુકા,CHO જુલીબેન ખાટા તથા આશાવર્કર બહેનોની મહેનત, આવડત અને જ્ઞાનની ચકાસણી જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને ત્યારબાદ નેશનલ કક્ષાએ કરવામાં આવેલ હતી. જેમાં ટીમ ૯૦.૩૨% મેળવી ક્વોલીફાય થયેલ છે.









































