ધારીના નાયબ વન સંરક્ષક વિકાસ યાદવ દ્વારા જંગલમાં ગેરકાયદે પ્રવેશ કરતા ઇસમો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની સૂચના આપેલી હતી. જે અંતર્ગત રેન્જ ફોરેસ્ટ ઓફિસર જ્યોતિબેન વાંઝાના માર્ગદર્શનમાં સરસિયા રેન્જના સ્ટાફ દ્વારા જંગલમાં ગેરકાયદે પ્રવેશ કરનાર સાગર રાણાવડીયા ઉંમર વર્ષ ૨૦ને ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી લીધો હતો. તેની સામે વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.