શિક્ષણ અને સંસ્કાર ક્ષેત્રે કાર્યરત વિદ્યાર્થી ભુવન ખાતે મહાત્મા ગાંધી તેમજ પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલી વિશેષ પ્રાર્થનાસભામાં સર્વધર્મ પ્રાર્થના, ગાંધી વંદના અને ‘વૈષ્ણવજન’ જેવા પ્રેરક ગીતો રજૂ કરાયા હતા. સંસ્થાના સંચાલક દીપકભાઈ વઘાસિયા તથા વિલાસબેન વઘાસિયાએ વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે જીવનમાં સ્વચ્છતાના મૂલ્યો અપનાવવા પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્‌યું હતું. ઉજવણી અંતર્ગત શાળામાં ગાંધી જ્ઞાન કસોટી, અનુલેખન અને વકૃત્વ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું હતું. આ ઉપરાંત શ્રમદાન થકી શાળા પરિસર તેમજ આસપાસના વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, સ્ટાફ અને સંચાલક દંપતી દીપક ગુરુજી તથા વિલાસ દીદીએ ઉત્સાહભેર સહભાગી થઈને આ આયોજનને સફળ બનાવ્યું હતું.