બાબરાના મોટા દેવળીયા ગામે દારૂની બાતમી પોલીસને આપતા હોવાના મનદુઃખમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો.આ અંગે કરણભાઇ નવનીતભાઇ ચૌહાણ (ઉ.વ.૨૨) એ વિશ્વજીત વાળા તથા હર્ષદીપ બસીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, વિશ્વજીત વાળાને ત્યાં પોલીસે રેઇડ કરી તેનો ઇંગ્લિશ દારૂ પકડયો હતો. જે દારૂની બાતમી પોલીસને તેમણે આપેલી છે તેવું માની, આ બાબતનું મનદુઃખ રાખી વિશ્વજીત વાળાએ લોખંડના પાઇપ વડે તથા હર્ષદીપ બસીયાએ લાકડી વડે શરીરે આડેધડ માર મારી મૂંઢ ઇજા કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી. આર. ડાભી વધુ તપાસ કરી રહ્યા છે.
































