ભારતીય ટીમ આ મહિનાના અંતમાં ન્યુઝીલેન્ડના પ્રવાસ પર જઈ રહી છે, જે ૨૨ ઓક્ટોબરથી ટી૨૦ મેચથી શરૂ થશે. પસંદગીકારો ટૂંક સમયમાં આ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની ટીમની જાહેરાત કરે તેવી અપેક્ષા છે. ઉલ્લેખનીય છે કે, ફાસ્ટ બોલર આકાશ દીપ ટેસ્ટ ટીમમાં પાછો ફરી શકે છે. પીઠની ઈજાને કારણે તે સાત મહિના માટે બહાર રહ્યો હતો, પરંતુ તાજેતરમાં, તેણે ઈરાની કપમાં શાનદાર પ્રદર્શન કર્યું, છ વિકેટો લઈને પોતાની ફિટનેસ સાબિત કરી. શ્રેયસ ઐયર વનડે શ્રેણીની છેલ્લી બે મેચોમાં ટીમનું નેતૃત્વ કરે તેવી અપેક્ષા છે.
સાત મહિના સુધી પીઠની ઈજા સામે ઝૂમ્યા બાદ, ફાસ્ટ બોલર આકાશ દીપ સંપૂર્ણપણે ફિટ થઈ ગયો છે. તેણે ઈરાની કપમાં છ વિકેટો લઈને પોતાની મેચ-ફિટનેસ સાબિત કરી. ટીમ મેનેજમેન્ટ અને અધિકારીઓ તેની રિકવરીથી સંતુષ્ટ છે, અને ન્યૂઝીલેન્ડ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટેસ્ટ ટીમમાં તેની વાપસી લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.બીસીસીઆઇના એક અધિકારીએ કહ્યું હતું કે ભારતીય ટીમ મેનેજમેન્ટે રેસ્ટ ઓફ ઈન્ડિયા કોચિંગ સ્ટાફને આકાશ દીપની બોલિંગનો સાવધાની સાથે ઉપયોગ કરવા સૂચના આપી હતી, કારણ કે તે ન્યૂઝીલેન્ડ શ્રેણીમાં પરત ફરે તેવી અપેક્ષા છે.
ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં વનડે અને ટેસ્ટનો કડક સમયપત્રક છે. શ્રેણીની છેલ્લી વનડે ૧૫ નવેમ્બરે રમાશે. અંતિમ વનડે અને પહેલી ટેસ્ટ (૧૯ નવેમ્બર) વચ્ચે ફક્ત ચાર દિવસનો અંતર છે. પરિણામે, કેપ્ટન શુભમન ગિલ સહિત કેટલાક મુખ્ય ટેસ્ટ ખેલાડીઓ ટેસ્ટ મેચોની તૈયારી માટે અંતિમ બે વનડેમાંથી વિરામ લઈ શકે છે. જા શુભમન ગિલ વિરામ લેશે, તો ઉપ-કેપ્ટન શ્રેયસ ઐયર શ્રેણીની અંતિમ બે વનડેમાં ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ કરશે.
પસંદગીકારો માટે મુખ્ય પડકાર ખેલાડીઓના વર્કલોડનું સંચાલન કરવાનો રહેશે. લગભગ ૭ થી ૮ ખેલાડીઓ વનડે અને ટેસ્ટ બંને ફોર્મેટમાં રમે છે. ટેસ્ટ શ્રેણીને ધ્યાનમાં રાખીને, ટીમમાં ૧૬ થી ૧૭ ખેલાડીઓનો સમાવેશ થઈ શકે છે. ફાસ્ટ બોલિંગ વિભાગમાં, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને આકાશ દીપને ચોક્કસ પસંદગી માનવામાં આવે છે, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણા અને અન્ય વિકલ્પો પર પણ વિચારણા કરવામાં આવી રહી છે.
બીસીસીઆઈએ ૬૦ ખેલાડીઓ માટે વિઝા તૈયાર કર્યા છે. આ લાંબા પ્રવાસને ધ્યાનમાં રાખીને, બીસીસીઆઈએ ૬૦ ભારતીય ખેલાડીઓ માટે વિઝા પ્રક્રિયા પૂર્ણ કરી છે. આમાં રાષ્ટÙીય ટીમ તેમજ ન્યુઝીલેન્ડ પ્રવાસ કરી રહેલી ભારત છ ટીમનો સમાવેશ થાય છે. પસંદગી સમિતિની બેઠક પછી ત્રણેય ફોર્મેટ માટેની ટીમોની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. પસંદગી સમિતિની બેઠક ટુંક સમયમાં થવાની ધારણા છે.












































