વડિયાના બરવાળા બાવીશી ગામે “આ મોટર બોરમાં ઉતારવાની નથી” તેમ કહી ગાળો બોલી ઢીકાપાટુ માર્યા હતા. બનાવ અંગે હીરેનભાઇ અર્જુનભાઇ ભુવા (ઉ.વ.૪૦) એ નરેશભાઇ ગોવિંદભાઇ ભુવા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ તેમની વાડીએ બોરમાં મોટરનું ટેસ્ટિંગ કરાવતા હતા, તે વખતે આરોપી હાથમાં કુહાડી લઈને આવ્યો હતો અને “આ મોટર બોરમાં ઉતારવાની નથી” તેમ કહી જેમ ફાવે તેમ ગાળો બોલી ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ ડાબા પગના અંગૂઠા પાસે કુહાડીનો એક ઘા મારીને ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વડિયા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. બી. પી. ધાંધલા વધુ તપાસ કરી રહ્યા છે.






































