ICAના ડિરેક્ટર તરીકે નવી જવાબદારી સંભાળ્યા બાદ સહકારી ક્ષેત્રના અગ્રણી દિલીપભાઈ સંઘાણીએ અમરેલીની દર્શન હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે દર્શન હોટેલના યુવા સંચાલકો કેયુર રૈયાણી તથા દર્શન રૈયાણી દ્વારા તેમનું અભિવાદન કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, વાઈસ ચેરમેન મુકેશભાઈ સંઘાણી, લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડી.કે. રૈયાણી, ઉદ્યોગપતિ કાળુભાઈ ભંડેરી, કાંતિભાઈ વઘાસિયા, યુવા અગ્રણી રાજેશ માંગરોળિયા, દિપકભાઈ માલાણી, જયંતિભાઈ પાનસુરીયા, મેહુલ બાબરીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મુલાકાત દરમિયાન સહકારી ક્ષેત્રના વિકાસ અને તેને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા થઈ હતી. આ પ્રસંગે દિલીપભાઈ સંઘાણીએ લેઉવા પટેલ સમાજના આગેવાનો સાથે દર્શન રેસ્ટોરન્ટમાં ભોજન પણ લીધું હતું. ઉપસ્થિત આગેવાનોએ નવી જવાબદારી બદલ અભિનંદન પાઠવ્યા હતા. દિલીપભાઈ સંઘાણીએ સૌના સ્નેહ, શુભેચ્છા અને અભિનંદન બદલ આભાર વ્યક્ત કરી સહકારી ક્ષેત્રના હિતમાં સતત કાર્યરત રહેવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.






































