ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬ના વિરોધમાં રાજ્યભરના વકીલો દ્વારા ઉગ્ર આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં વકીલોએ નકલ સળગાવી પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાત ભાડા વિધેયક, ૨૦૨૬ના વિરોધમાં અમદાવાદ સેશન્સ કોર્ટમાં વકીલો દ્વારા અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ભાડા વિધેયકના વિરોધમાં વકીલોની હડતાળ યથાવત છે અને સરકાર પાસેથી લેખિત બાંહેધરીની માંગ સાથે વકીલો અડગ રહ્યા છે. સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટની બહાર વકીલોએ ભાડા વિધેયકની નકલો રાખીને વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારબાદ વકીલોએ કાયદાની નકલોને આગ ચાંપી દહન કરી સરકાર સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
વકીલોએ સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી તેમની મુખ્ય માંગણીઓ અંગે સરકાર તરફથી લેખિત બાંહેધરી આપવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવામાં આવશે. સેશન્સ કોર્ટ પરિસરમાં વકીલોએ એકત્ર થઈ સૂત્રોચ્ચાર સાથે કાયદાની નકલો સળગાવી વિરોધ નોંધાવ્યો હતો.આ સમગ્ર વિરોધ અંગે સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ જગત ચોકસીએ જણાવ્યું હતું કે, વકીલોની માંગણીઓ અંગે સરકાર સાથે ચર્ચા થઈ રહી છે, પરંતુ માત્ર મૌખિક ખાતરીથી વકીલો સંતોષી નથી. સરકાર તરફથી લેખિત બાંહેધરી આપવામાં આવે તે તેમની મુખ્ય માંગ છે અને જ્યાં સુધી આ માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી વકીલોનો વિરોધ યથાવત રહેશે.
વકીલોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ અને નવા વિધેયક અંગેની રજૂઆતોને ગંભીરતાથી લેવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલનને સંપૂર્ણ સમર્થન આપવામાં આવશે. કોર્ટની કામગીરીથી અળગા રહી વકીલોએ સરકાર સમક્ષ પોતાની માંગ રજૂ કરી છે અને નવા કાયદાની જાગવાઈઓ અંગે પુનર્વિચાર કરવાની માગ કરી છે. હિંમતનગર કોર્ટ ખાતે થયેલી તાળાબંધી અને સૂત્રોચ્ચારના પગલે વકીલોમાં ભારે રોષ જાવા મળ્યો હતો. જિલ્લા બાર એસોસિયેશનના પ્રમુખ રાજેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે આ લડત માત્ર વકીલો પૂરતી મર્યાદિત નથી, પરંતુ નવા વિધેયકથી પ્રજાના હિતને પણ અસર થવાની શક્યતા છે. તેથી વકીલ સમાજ દ્વારા આંદોલનને મજબૂત બનાવવામાં આવી રહ્યું છે.
જૂનાગઢના વકીલોએ પણ સૂચિત મકાન ભાડા સંશોધિત કાયદો પરત લેવાની માંગ સાથે રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો. જૂનાગઢ જિલ્લા કોર્ટમાં વકીલોએ સરકારની નવા કાયદા બનાવવાની પહેલને અયોગ્ય ગણાવી હતી જે સામાન્ય લોકો અને વકીલો બન્ને માટે નુકસાનકારક છે. જૂનાગઢ જિલ્લા કોર્ટમાં બાર એસોસિએશન દ્વારા સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.અત્યાર સુધી માલિકો અને ભાડુઆત વચ્ચે ભાડા કરારને લઈને જિલ્લાની ન્યાયાલયમાં મામલો વકીલોની મધ્યસ્થી ચાલી રહ્યો હતો અને તેમાં સુખદ સમાધાન અને નિર્ણયો ઉપર રાજ્યની ન્યાયાલયો દ્વારા કરવામાં આવતા હતા. હવે વકીલો એવું માને છે કે જા આ કાયદો પરત રેવન્યુ વિભાગ હેઠળ એટલે કે મામલતદાર અને કલેકટરને આપવામાં આવે આવી Âસ્થતિમાં ન્યાય મળવાની પ્રક્રિયા ખૂબ લાંબી થતી જાવા મળશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત ભાડા વિધેયક ૨૦૨૬ને પરત ખેંચવાની માંગ સાથે વકીલોનું આંદોલન ઉગ્ર બન્યું છે. વકીલોએ કલેક્ટર કચેરીનો મુખ્ય રોડ ચક્કાજામ કર્યો હતો. વકીલોએ બાઇક રેલી યોજીને શહેરના મુખ્ય માર્ગો પર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઇ ગઇ હતી અને કોર્ટમાં તમામ કેસોની કામગીરી અટકી પડી હતી.સુરેન્દ્રનગર જિલ્લા કોર્ટ પરિસરમાં વકીલો એકઠા થયા હતા. બાર એસોસિએશનના નેજા હેઠળ સેંકડો વકીલોએ પહેલા કોર્ટના કામકાજનો બહિષ્કાર કર્યો હતો અને ત્યારબાદ તેઓએ બાઈક રેલી કાઢી હતી. આ રેલી જિલ્લા કોર્ટથી શરૂ થઈને ટાવર ચોક, જવાહર ચોક થઈને કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી. કલેક્ટર કચેરીના મુખ્ય ગેટ સામે વકીલોએ બેસી જઈને રસ્તો બ્લોક કરી દીધો હતો અને સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચાર કર્યા હતા.
જગદીશ મીર નામના વકીલે જણાવ્યું હતું કે, મહેસૂલી અધિકારીઓ કાયદાના નિષ્ણાત હોતા નથી. તેઓ સરકારના વહીવટી અધિકારીઓ છે, તેમની પાસે પહેલાથી જ મહેસૂલી કામનો ભારે બોજ છે. જા ભાડાના કેસો પણ તેમને આપવામાં આવશે તો કેસનો નિકાલ થવામાં વર્ષો લાગી જશે જ્યારે કોર્ટમાં આ કેસ ઝડપથી અને નિષ્પક્ષ રીતે ચાલતા હતા. બાર એસોસિયેશન પ્રમુખ ઘનશ્યામસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, વકીલોની હડતાળને કારણે આજે જિલ્લાની તમામ કોર્ટોમાં કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ સાવલી કોર્ટ પરિસરની બહાર મોટી સંખ્યામાં વકીલો એકત્ર થયા હતા અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન વકીલો દ્વારા ગુજરાત સરકારના પૂતળાનું દહન કરવાનો પ્રયાસ કરવામાં આવતા પોલીસ કોર્ટ પરિસરમાં પહોંચી હતી અને પૂતળું સળગાવતાં રોકવાનો પ્રયાસ કર્યો હતો.








































