રાજુલાના પીપાવાવ ધામ ગામે મહિલાને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ઉપરાંત ઢીકાપાટુનો મૂંઢ માર પણ માર્યો હતો. બનાવ અંગે જાગૃતિબેન રાજુભાઇ બાંભણીયા (ઉ.વ. ૩૭) એ બાબભાઇ બેચરભાઇ બાંભણીયા, બાબભાઇના પત્ની, રાહુલભાઇ રાજુભાઇ સાંખટ તથા લાલજીભાઇ બેચરભાઇ બાંભણીયા સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, બાબભાઈ બાંભણીયાએ પોતાના મકાન પર બીજો માળ બનાવ્યો હતો અને તેની બારી તેમના ઘર તરફ રાખી હતી, જેનો તેમણે અગાઉ ઠપકો આપ્યો હતો. જેની દાઝ રાખી તેઓ પોતાના ઘર બહાર શેરીમાં હતા તે દરમિયાન આરોપીઓ આવીને તેમને જેમ ફાવે તેમ ભૂંડાબોલી ગાળો દેવા લાગ્યા હતા. તેમણે ગાળો બોલવાની ના પાડતાં બાબભાઈના પત્નીએ તેમને પકડી રાખી જમણા હાથની આંગળી મરડી હતી, તેમજ લોખંડના પાઇપ વડે જમણા પગના સાથળના ભાગે બે ઘા મારી મૂંઢ ઇજા કરીને જેમ ફાવે તેમ ઢીકાપાટુનો મૂંઢ માર માર્યો હતો. જતાં જતાં “તારા ટાંટિયા ભાંગી નાખવા છે” તેવી ધમકી આપી હતી. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઇ બી. ઝીંઝાળા વધુ તપાસ કરી રહ્યા છે.








































