નશાબંધી અને આબકારી વિભાગ, અમરેલી દ્વારા સાવરકુંડલાના મહિલા અધ્યાપન મંદિર ખાતે વિશેષ વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જી.ઓ.જી. ટીમ, સમાજ સુરક્ષા વિભાગ અને મહિલા મંડળના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. યુવા પેઢીમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં તાલીમાર્થી બહેનો માટે ગરબા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં બહેનોએ કલાત્મક પ્રસ્તુતિ દ્વારા નશાબંધીનો સશક્ત સંદેશ આપ્યો હતો. વિજેતા બહેનોને મહાનુભાવોના હસ્તે ટ્રોફી, ઇનામ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ લોકોએ જીવનભર વ્યસનમુક્ત રહેવાના શપથ લીધા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન આચાર્ય બાબુભાઈ ચાવડાએ કર્યું હતું તથા શૈલેષભાઈ ખિમસુરિયાએ આભાર વિધિ સંપન્ન કરી હતી.








































