લીલીયા તાલુકાના પૂંજાપાદર ગામે સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેર શેરીમાં જુગાર રમી રહેલા છ ઇસમોને પોલીસે રોકડ રકમ સાથે ઝડપી પાડ્‌યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી રૂ. ૧૧,૯૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસમાંથી મળતી વિગતો અનુસાર, નરેશભાઇ ઉર્ફે ટીણો રમેશભાઇ ભટ્ટ, મહેશભાઇ ઉર્ફે ગોગન મુકુંદભાઇ ભટ્ટ, અમીનભાઇ સતારભાઇ જેઠવા, રાજેન્દ્રભાઇ રમેશભાઇ મકવાણા, હાજમભાઇ ગુલાબભાઇ વાઘેલા તથા વાલજીભાઇ નારણભાઇ ચુડાસમા નામના ઇસમો પૂંજાપાદર ગામે સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેર શેરીમાં પૈસા-પાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા હતા.દરમિયાન પોલીસે દરોડો પાડી આ તમામ છ ઇસમોને રોકડા રૂ. ૧૧,૯૫૦ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા. આ મામલે લીલીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ સી. બી. ટીલાવત વધુ તપાસ ચલાવી રહ્યા છે.