ગોઢાવદર ગામના ધીરુભાઈ ત્રિકમભાઈ પાટણવાડીયાના ધર્મપત્ની જયાબેન (ઉંમર વર્ષ ૬૨)નું શનિવાર, ૩૦/૦૫/૨૦૨૬ના રોજ અવસાન થયું હતું. આ કપરા સમયે શોકાતુર પરિવારે મનોબળ મજબૂત રાખીને નેત્રદાન કરવાનો ઉમદા નિર્ણય લીધો, જે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.આ અંગે લીલીયા લોક દ્રષ્ટિ ચક્ષુ બેંકના ડા. જયંતીભાઈ કુંભાણીને જાણ કરવામાં આવતા, ડા. ભાલાળા અને તેમની ટીમ તાત્કાલિક ગોઢાવદર પહોંચીને આદરપૂર્વક નેત્રદાન સ્વીકાર્યું હતું. આ પ્રસંગે દીકરી જાગૃતિબેન, રાજેશભાઈ, સંજયભાઈ અને મનોજભાઈ સહિતના પરિવારજનો તેમજ ગ્રામજનોએ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભાવેશભાઈ ભાલાળાએ શોકગ્રસ્ત પરિવારને સન્માનપત્ર આપી તેમની સેવાકીય ભાવનાને બિરદાવી હતી.