લાઠીના ચાવંડ દરવાજા પાસે વિરાટ હિન્દુ સંમેલન સમિતિ દ્વારા એક પ્રેરણાદાયી હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ ભારતમાતાના પૂજન અને દીપ પ્રાગટ્ય દ્વારા થયો હતો, જેમાં ગઢડા મ્છઁજી સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વરૂપ સ્વામી તથા મહંત શ્રી રઘુનાથદાસ બાપુ સહિતના સંતોએ આશીર્વચન પાઠવ્યા હતા. આ પ્રસંગે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી પધારેલા સંતોનું ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું. સંમેલનના મુખ્ય વક્તા મહેશભાઈ વ્યાસે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા હિન્દુ ધર્મ અને સંસ્કૃતિના જતન પર ભાર મૂક્યો હતો. તેમણે ખાસ કરીને ‘પંચ પરિવર્તન’ના પાંચ પાયા જેવા કે કુટુંબ પ્રબોધન, પર્યાવરણ સુરક્ષા, સ્વદેશી અપનાવવું, સામાજિક સમરસતા અને નાગરિક કર્તવ્ય વિશે ઊંડાણપૂર્વક સમજણ આપી હતી.










































