રાજુલા-સાવરકુંડલા રોડ પર આવેલા થોરડી ગામે ૨૯ વર્ષીય ખુશ્બુ પરમારે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા પરિવારજનોમાં શોક છવાઈ ગયો હતો. બનાવની જાણ થતા ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને ખુશ્બુને સારવાર માટે રાજુલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. બનાવ અંગે રાજુલા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ટીમ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે. યુવતીએ કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.