સાવરકુંડલા શહેરના મહુવા રોડ સ્થિત કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિરનો ૯૮મો વાર્ષિક ઉત્સવની ઉજવણી શરૂ કરવામાં આવી રહી છે. વર્ષ૧૯૨૮-૨૯થી ચાલી આવતી જન્માષ્ટમી ઉત્સવની પરંપરા અંતર્ગત ત્રણ દિવસ વિવિધ કાર્યક્રમો યોજાશે. પ્રથમ દિવસે સંગીત સંધ્યા, બીજા દિવસે નવા શૈક્ષણિક વિભાગોનું લોકાર્પણ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ અને ત્રીજા દિવસે પરંપરાગત વ્યાયામના પ્રયોગો યોજાયા હતા. તા. ૩ સપ્ટેમ્બરે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે વિવિધ શૈક્ષણિક અને સુવિધાલક્ષી વિભાગોનું લોકાર્પણ કરવામાં આવશે. કાર્યક્રમોમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, સાંસદ ભરતભાઈ સુતરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ત્રણ દિવસીય ઉત્સવને લઈને સંસ્થા દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે.








































