ચલાલા ખાતે બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીની શાખામાંથી વિપુલભાઈ ખોડાભાઈ પરમારે રૂ.૫૦ હજારની લોન લીધી હતી. લોનની રકમ સમયસર નહીં ચૂકવતા વસૂલાત પેટે રૂ.૬૪,૭૦૧નો ચેક આપ્યો હતો. ચેક અપૂરતા બેલેન્સના કારણે પરત ફરતાં મંડળી દ્વારા નોટિસ બાદ અમરેલી કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કેસ દરમિયાન મંડળી તરફથી એડવોકેટ ચંદ્રેશભાઈ બી. મહેતા અને અશોક બી. વાળાએ દલીલો કરી હતી. કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદ તથા ચેકની સંપૂર્ણ રકમ મંડળીને ચૂકવવાનો હુકમ કર્યો છે.








































