રાજુલાના વિક્ટર ગામે લેબર ક્વાર્ટર વિસ્તારમાંથી ૯ જુગારી રૂ. ૧૭,૫૬૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા.મરીન પીપાવાવ પોલીસમાંથી મળતી વિગત પ્રમાણે, વિક્ટર ગામે રાજુભાઈ બાબુભાઈ વાજાની પાન-માવાની દુકાન સામે જાહેર રસ્તા ઉપર ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમાઈ રહ્યો હતો. પોલીસની રેડ દરમિયાન મનસુખભાઈ ઉર્ફે માનસંગ ભાણાભાઈ બારૈયા, રાજદીપભાઈ જાદવભાઈ બાંભણીયા, સુરેશભાઈ ભીખાભાઈ મકવાણા, રામભાઈ નાથાભાઈ મકવાણા, શૈલેષભાઈ જીવાભાઈ શીંગડ, સુરેશભાઈ ભગુભાઈ જોળીયા, વિનુભાઈ લખમણભાઈ ગુજરીયા, સંતોષભાઈ કાળુભાઈ સોલંકી તથા બાબુભાઈ રૂપાભાઈ સાંખટ રોકડ રકમ રૂ. ૧૭,૫૬૦ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા. બનાવ અંગે મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી. બી. ઝીંઝાળા વધુ તપાસ કરી રહ્યા છે.