થોરડીમાં મહાત્મા ગાંધી જયંતિના પાવન અવસરે લોકવિદ્યા મંદિર હાઈસ્કૂલ તથા થોરડી ગ્રામ
પંચાયતના સંયુક્ત ઉપક્રમે ગામમાં સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. અભિયાન અંતર્ગત ગામની ગૌશાળા, સ્મશાનભૂમિ, બસ સ્ટેન્ડ, ચોરા વિસ્તાર, રામજી મંદિર તેમજ જાહેર રોડ-રસ્તાઓ સહિતના વિવિધ સ્થળોએ સફાઈ કામગીરી કરવામાં આવી હતી. ગ્રામજનોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા અને ‘સ્વચ્છ ગામ, સ્વસ્થ ગામ’નો સંદેશ પહોંચાડવાના હેતુથી યોજાયેલા આ અભિયાનમાં શાળા પરિવાર, ગ્રામ પંચાયતના સભ્યો તથા ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.