રાજુલા તાલુકાના ભાક્ષીગામ ૩ ખાતે નવનિર્મિત પ્રાથમિક શાળાનું લોકાર્પણ અને ભાક્ષીગામ ૩થી ભાક્ષીગામ ૧ને જોડતા રસ્તાનુ ખાતમુહૂર્ત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં માર્કેટીંગ યાર્ડના પ્રમુખ રાજેશભાઈ પરસાણા, ઉપપ્રમુખ પીઠાભાઇ નકુમ, ભાક્ષીગામના સરપંચ મગળુભાઇ ધાખડા, રાજુલા તાલુકા પંચાયતના સદસ્ય કનુભાઈ ધાખડા, સરપંચ એસોસીયેશનના પ્રમુખ મનુભાઇ ધાખડા, વાવડી ગામના સરપંચ અનકભાઇ તથા ધારાનાનેસ ગામ મહેશભાઇ તથા ભંડારીયાદાદા હનુમાનજી મંદિરના મહંત કાળુભાઈ, ભાક્ષીગામ તથા રીગંણીયાળા ગામના સરપંચ વનરાજભાઈ તથા પૂર્વ સરપંચ બીછુભાઇ, ભાક્ષીગામ ગ્રામ પંચાયતના સદસ્યો, ગ્રામજનો, શાળાના આચાર્ય તથા શિક્ષકો બહોળી સંખ્યા હાજર રહેલ.