રાજુલા શહેરની જનરલ હોસ્પિટલ ખાતે પ્રધાનમંત્રી ખનીજક્ષેત્ર કલ્યાણ યોજના હેઠળ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન, અમરેલી દ્વારા ફાળવવામાં આવેલી અત્યાધુનિક ICU એમ્બ્યુલન્સનું લોકાર્પણ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું હતું. હોસ્પિટલ અધિક્ષક ડા. શક્તિરાજ ખુમાણે દર્દીઓને ઉત્તમ આરોગ્ય સેવાઓ આપવાની કટિબધ્ધતા દર્શાવી હતી. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ મયુર દાદા, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ વાઘ, રવુભાઈ ખુમાણ, વનરાજભાઈ વરુ, ચીફ ઓફિસર, એન્જિનિયર પ્રભાતભાઈ જોશી, ડ્રાઇવર પરેશભાઈ દેવેરા તેમજ હોસ્પિટલ સ્ટાફ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.






























