અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ અંતર્ગત, રાજુલના વડ ગામના શિવરાજ ઉર્ફે શિવા વાલાભાઈ ધાખડા (ઉ.વ. ૩૪), રહે. વડ, તા. રાજુલા, વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરીને પાલરા સ્પેશિયલ જેલ, કચ્છ-ભુજ ખાતે મોકલી આપ્યો છે. અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. કોલાદરા અને તેમની ટીમે શિવરાજ ધાખડા વિરુદ્ધ પુરાવા એકત્ર કરી પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. શિવરાજ ધાખડા પર ખૂનની કોશિષ, લૂંટ, છેડતી, મારામારી, સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ સહિતના ૩૦ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે









































