રાજકોટ-અમદાવાદ હાઈવે પર બેટી રામપર ગામ નજીક ભારત પેટ્રોલિયમના ટેન્કર, ટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય ૪ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે, ઈકો કારના કૂરચો બોલી ગયો હતો. જ્યારે ટ્રક રોડ ઉપર પલટી મારી ગયો હતો. આ ઉપરાંત ભારત પેટ્રોલિયમના ટેન્કરના કેબિનનો બુકડો વળી ગયો હતો. ઘટનાના જે દૃશ્યો સામે આવ્યા તે કંપારી છોડાવી દે તેવા છે. આ અકસ્માત બાદ હાઈવે પર જાણે કાળો કેર વર્તાયો હોય તેમ ઈકો કારમાંથી કચડાયેલી હાલતમાં મૃતદેહો બહાર પડ્યા હતા. ઘટનાસ્થળે મહિલાઓ અને બાળકોની ચીસાચીસ અને હૈયાફાટ રૂદનથી વાતાવરણ ગમગીન બન્યું હતું.
આ અકસ્માત સર્જાતા હાઈવે પર જતા અન્ય વાહનચાલકો અને સ્થાનિકો દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. લોહીલુહાણ હાલતમાં તરફડી રહેલા ૪ ઘાયલોને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે રાજકોટ-અમદાવાદ હાઈવે પર બંને બાજુએ વાહનોની લાંબી કતારો લાગી હતી. આ ઘટનાની ગંભીરતાને જાતા કુવાડવા પોલીસ અને એરપોર્ટ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો.હાલ તો સમગ્ર બાબતે પોલીસે તપાસ આદરી છે અને હાઇવે પરનો ટ્રાફિક હળવો કરવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર ત્રણ લોકોના નામ ધૂના ડાભી,લાભુ મેઘાણી,વિલાસબેન મેઘાણી









































