લાઠીના સરકારી પીપળવા ગામે વાડ ન કરવા સમજાવતાં ગાળો આપી હતી, તેમજ જાનથી મારવાની પણ ધમકી આપી હતી. આ બનાવ સંદર્ભે રાકેશભાઇ નાથાભાઇ સોલંકી (ઉ.વ.૩૮)એ ગોવિંદભાઇ વરૂ તથા મામૈયાભાઇ ગોવિંદભાઇ વરૂ સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, સરકારી પીપળવા ગામે મફત પ્લોટ વિસ્તારમાં તેમનો ૨૫ વર્ષ જૂનો એક પ્લોટ આવેલો હતો. આ પ્લોટમાં ગોવિંદભાઇ વરૂ તથા તેમના દીકરા મામૈયાભાઇ વરૂ વાડ કરતા હતા. જેથી ફરિયાદીએ તેઓને ત્યાં વાડ ન કરવા સમજાવવા જતાં બંને આરોપીઓને સારું લાગ્યું નહોતું. બંને આરોપીઓએ મળી તેમને જેમ ફાવે તેમ ગાળો આપી હતી, તેમજ “પ્લોટમાં પગ મૂકીશ તો જાનથી મારી નાખીશ” તેવી ધમકી આપી હતી. અમરેલી એસસી-એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક પી. આર. મારુ વધુ તપાસ કરી રહ્યા છે.