અમરેલી શહેરમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો આતંક વધવા પામ્યો છે જેમાં બુધવારની મોડી રાત્રે ગોલાની રેકડીના માલિકની કાચની બરણીઓ વિધર્મીઓએ ફોડી નાખતા લોકોના ટોળા એકત્ર થયા હતા. જાણવા મળતી માહિતી મુજબ અમરેલીના ચક્કરગઢ રોડ પર ક્રિષ્ના આઈસ ડીશ ગોલાની રેકડી પર બે વિધર્મી શખ્સો ગોલો ખાવા આવ્યા હતા. જ્યાં આ શખ્સોએ દારૂના નશામાં છાશ માગતા રેકડી ધારકે આ ગોલાની રેકડી પર છાશ ન હોવાનું જણાવતા બંને શખ્સો ઉશ્કેરાયા હતા અને રેકડીમાં રાખેલી કાચની બરણીઓ ફોડી નાખી હતી. આ ઘટના બાદ લોકોના ટોળા એકત્ર થયા હતા અને પોલીસ ને જાણ કરવામાં.આવી હતી. પોલીસે બંને શખ્સોને પકડી કાયદાનું ભાન કરાવ્યું હતું.











































