ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલ સામે ધમકીભર્યા ફોન કર્યાની ફરિયાદ પર યોગ્ય કાર્યવાહી ન થતાં મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. હાઈકોર્ટે ફરિયાદની ગંભીરતા ધ્યાનમાં લઈ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરને અરજદારની રજૂઆતના આધારે કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપી છે.
અરજદાર સ્મિત કિશોરભાઈ સખીયાનો આરોપ છે કે ૨૪ જૂન, ૨૦૨૬ની મોડી રાત્રે ભÂક્તનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ભગીરથસિંહ જયવંતસિંહ ઝાલાએ તેમના મોબાઇલ પર ૩૫થી વધુ વખત ફોન કર્યા હતા. ફરિયાદ મુજબ ફોન દરમિયાન અપશબ્દો બોલવામાં આવ્યા હતા તેમજ જાનથી મારી નાખવાની ધમકી સહિત અનેક પ્રકારની ધમકીભરી વાતો કરવામાં આવી હતી. અરજદારનો દાવો છે કે આ વાતચીતના ઓડિયો રેકો‹ડગ સહિતના ઇલેક્ટ્રોનિક પુરાવા પણ ઉપલબ્ધ છે.
Âસ્મત સખીયાએ ૧૦ જુલાઈ, ૨૦૨૬ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરને લેખિત રજૂઆત કરીને કોન્સ્ટેબલ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. રજૂઆત સાથે ઓડિયો રેકો‹ડગ અને અન્ય પુરાવા પણ સોંપવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અરજદારના કહેવા મુજબ રજૂઆત બાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં તેમણે ગુજરાત હાઈકોર્ટ માં અરજી દાખલ કરી હતી.અરજદાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે એક પોલીસ કર્મચારી દ્વારા સત્તાનો દુરુપયોગ કરીને સામાન્ય નાગરિકને ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં કાયદા સમક્ષ સૌ સમાન હોવાના સિદ્ધાંતને જાળવવા જરૂરી કાર્યવાહી થવી જાઈએ.
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે નોંધ્યું કે જા કાયદાનો અમલ કરનાર રાજ્યનો કર્મચારી જ આવા આક્ષેપોનો સામનો કરતો હોય, તો સામાન્ય નાગરિક ન્યાય માટે ક્યાં જશે તેવો પ્રશ્ન ઉભો થાય છે. સરકારી પક્ષે કોર્ટને જણાવ્યું કે રજૂઆતના આધારે સંબંધિત સત્તાવાળાઓ કાર્યવાહી કરશે.તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ગુજરાત હાઈકોર્ટે રાજકોટ શહેર પોલીસ કમિશ્નરને અરજદાર દ્વારા કરાયેલી લેખિત રજૂઆતના આધારે કાયદા મુજબ યોગ્ય કાર્યવાહી કરવાની સૂચના આપી છે. હાલ આ મામલે પોલીસ વિભાગ દ્વારા આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.








































