બાબરા શહેરમાં નગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા સ્વચ્છ અભિયાન અંગે સ્થાનિક રહિશોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. અગાઉ સમાચારપત્રમાં પ્રસિધ્ધ થયેલ જાહેર નિવિદા અનુસંધાને, વોર્ડ નંબર ૭ ના રહિશોએ ગંભીર વાંધા નોંધાવ્યા છે. આ રહિશોના જણાવ્યા મુજબ, તેમના વિસ્તારમાં ક્યારેય નિયમિત રીતે સાફ-સફાઈ કરવામાં આવી નથી અને હાલ પણ ગંદકીની સમસ્યા યથાવત છે. નગરપાલિકા દ્વારા સ્વચ્છ અભિયાનના નામે માત્ર કાગળો પર જ કામગીરી દર્શાવવામાં આવી રહી છે, જ્યારે હકીકતમાં કોઈ અસરકારક સફાઈ કાર્ય કરવામાં આવતું નથી. આ
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વોર્ડ ૭ ના મતદારો દ્વારા નગરપાલિકા તંત્રને વાસ્તવિક કામગીરી કરવા અને વિસ્તારની સફાઈ સુનિશ્ચિત કરવા માંગ કરવામાં આવી છે. સ્થાનિક નાગરિકોએ ચેતવણી આપી છે કે જો તેમની સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલાશે નહીં તો તેઓ આગળના તબક્કે ઉગ્ર આંદોલન પણ કરી શકે છે.