આખા દેશમાં આકરી ગરમી પડી રહી છે. આ વચ્ચે હવે લોકો કાગડોળે વરસાદની રાહ જાઈ રહ્યા છે. ત્યારે ગરમી વચ્ચે રાહતના સમાચાર મળ્યા છે. ભારતીય હવામાન વિભાગ આઇએમડીએ ખુશખબરી આપતી આગાહી કરી છે કે, આ વર્ષે ચોમાસું જલ્દી આવશે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનસાર, આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય કરતા પહેલા આવી શકે છે. મે મહિનાના અંતિ સુધી દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ થશે.
યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ-રેન્જ વેધર ફોરકાસ્ટના નવા ડેટા અનુસાર, મે મહિનાના અંત સુધી ચોમાસુંના દક્ષિણ ભારત પહોંચવાની આશા છે. ઉલ્લેખનીય છે કે, ચોમાસું ભારતમાં સૌથી પહેલા કેરળમાં દસ્તક આપે છે, અને તેના બાદ અન્ય રાજ્યો તરફ આગળ વધે છે. સૌથી પહેલા આંદામાન અને નિકોબાર ટાપુમાં આ ચોમાસું ૧૮ થી ૨૫ મેની વચ્ચે દસ્તક આપી શકે છે. કેરળમાં પણ ચોમાસુ ૨૫ મેની આસપાસ આવી જશે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ વખતે ચોમાસું વહેલું આવવાનું કારણ અલ નીનો છે. હકીકતમાં, અલ નીનોની સ્થિતિ બનવાની શક્યતા બહુ જ ઓછી થઈ ગઈ છે. પોઝિટિવ ઇન્ડિયન ઓશન ડાઈપોલથી વરસાદ જલ્દી થવાનો છે અને ચોમાસું વહેલા દસ્તક આપે તેવુ દેખાઈ રહ્યું છે. જાકે, આ મહિનાની શરૂઆતમાં જ હવામાન વિભાગે કહ્યું હતું કે, આ વર્ષે ભારતમાં ચોમાસું સામાન્ય કરતા ઓછું રહેવાની શક્યતા છે. જે ત્રણ વર્ષમાં પહેલીવાર આવું થશે. હવામાન વિભાગે કહ્યું હતું કે, ૨૦૨૬ માં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના મોસમ (જુનથી સપ્ટેમ્બર) માં સમગ્ર દેશમાં વરસાદ સામાન્યથી ઓછા રહેવાની શક્યતા છે. (લાંબા સમયથી અંદાજેના ૯૫-૯૦ ટકા).
યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ-રેન્જ વેધર ફોરકાસ્ટના અનુસાર, ચોમાસાની શરૂઆત વહેલા થવાની શક્્યતા છે. ગત વર્ષે ૨૦૨૫ માં પણ અનુમાન હતું કે, કેરળમાં ચોમાસું ૨૭ મેથી ૨૯ મે વચ્ચે પહોંચી જશે. પરંતું તે પહેલા જ ચોમાસાએ દસ્તક આપી હતી. આ રીતે આ વર્ષે પણ વહેલા ચોમાસાના સંકેત છે. હાલનું હવામાનનું મોડલ બતાવે છે કે, હિન્દ મહાસાગરથી આવતી ગરમ હવાઓ તેજ બની રહી છે. જે બંગાળની ખાડી અને અંદામાન સાગરના ઉપર બની રહી છે. આ હવાઓને કારણે એ સમયે એ વિસ્તારમાં સામાન્યથી ૩૦ થી ૬૦ મિલીમીટર વધુ વરસાદ થઈ શકે છે.
આંદામાનના ઉત્તરમાં એક ટ્રોપિકલ સિસ્ટમ બનવાની ૨૦ થી ૪૦ ટકા સંભાવના વ્યક્ત કરાઈ છે. આવી સિસ્ટમ સામાન્ય રીતે ચોમાસાને આગળ વધારવામાં મદદ કરે છે. કારણ કે, તે વાતાવરણમાંથી વધુ ભેજ શોષી લે છે. તેના બાદ ૨૫ મેથી ૧ જુનની વચ્ચે ચોમાસાના આગળ વધવાના અણસાર છે. આ દરમિયાન દક્ષિણ-પૂર્વ અરબ સાગરના ઉપર તેજ પશ્ચિમી હવાઓ વહી શકે છે. જે ભેજને સીધા ભારતના દક્ષિણ-પશ્ચિમી તટ તરફ લઈ જાય છે. તેનાથી કેરળ અને તમિલનાડુના દક્ષિણી વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદ થવાની શક્યતા છે.
આ વર્ષના શરૂઆતમાં પડેલી ભીષણ ગરમીની શરૂઆત ચોમાસા પર પડી શકે છે. વધુ ગરમીને કારણે સમુદ્ર પરથી આવનારી હવાઓ પહેલા સક્રિય બની જાય છે. જેનાથી ચોમાસું જલ્દી આવવાની સંભાવના વધી જાય છે. હવામાન વિભાગના એક્સપર્ટસનું કહેવું છે કે, જા સમુદ્ર અને વાતાવરણની સ્થિતિમાં કોઈ બદલાવ ન થાય તો ચોમાસું ૨૫ મેની આસપાસ ભારતમાં દસ્તક આપી શકે છે. અત્યાર સુધીના સંકેત જણાવે છે કે, આ વર્ષે ચોમાસું સામાન્ય સમય કરતા વહેલુ આવી શકે છે. જાકે, હજી સુધી દેશના અનેક ભાગોમાં ગરમીથી રાહત મળી છી. પરંતુ જા આ અનુમાન સાચું સાબિત થયું, તો દક્ષિણ ભારતના લોકોને ગરમીથી મોટી રાહત મળશે.










































